સરકારી કર્મચારી માટે રજાના નિયમો

ITI EDUCATION
0

રજા એટલે શું

રજા એટલે સક્ષમ અધિકારીની વિવેકબુદ્ધિ અનુસાર મંજૂર કરવામાં આવતી કર્મચારીની ફરજ પરની ગેરહાજરી. (નિયમ-10 (1))

રજાના પ્રકાર

(1) પ્રાપ્ત રજા(નિયમ :-46,49,50,150)

(૨) અર્ધપગારી રજા (नियम 27)

 (3) રૂપાંતરિત રજા(नियम :- 58)

 (૪) બિન જમા રજા(નિયમ :- 59)

 (૫) અસાધારણ રજા(नियम :- 60)

 (૬) હોસ્પિટલ રજા(नियम : 69)

 (૭) ખાસ અશક્તતાની રજા (નિયમ :- 74)

 (૮) પ્રસુતિની રજા(नियम :- 70)

 (૯) પિતૃત્વની રજા(नियम :- 70)

 (10) ટીબી અને કેન્સર માટે રજા (નિયમ :- 76)



 


 

૧. પ્રાસંગિક રજા - પરચુરણ રજા(કેજયુઅલ લીવ)


વર્ષની ૧૨(બાર) પરચુરણ રજા મળવાપાત્ર થાય છે. કર્મચારી પોતાની જરૂરિયાત મુજબ આ રજાઓ ભોગવી શકે છે. એક સાથે ઓછામાં ઓછી અડધી કે.રજા ભોગવી શકાય.એકસાથે વધુમાં વધુ આઠ કે.રજા ભોગવી શકાય. (નાણા વિભાગના ઠરાવ નં.પીસીઆર-૨૦૬૦-૬૩/પી.તા.૦૬/૦૨/૧૯૬૧)
કે.રજાને રવિવાર કે અન્ય જાહેર રજાના દિવસ સાથે જોડી શકાય છે.આ રજાની સાથે જોડાતા રવિવાર કે જાહેર રજાના દિવસોને રજાના ભાગ તરીકે ગણાશે નહિ.

આ રજાને અન્ય કોઈ રજા સાથે જોડી શકાય નહિ.

૨. મરજીયાત રજા


વર્ષની ૦૨(બે) મરજીયાત રજા મળવાપાત્ર થાય છે આ રજાઓ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓ પૈકીની બે રજાઓ મળવાપાત્ર છે. મરજીયાત રજા અડધી ભોગવી શકાય નહી.આ રજાને કે.રજા,જાહેર રજા સાથે જોડીને ભોગવી શકાય છે.

૩. અર્ધ પગારી રજા


નિયમિત પગાર ધોરણ મેળવતા પ્રાથમિક શિક્ષકોને વર્ષની ૨૦(વીસ) અર્ધ પગારી રજાઓ તેમની સેવાપોથીમાં જમા કરવામાં આવે છે. આ રજાઓ જેટલી ભોગવીએ તેટલી જ રજા હિસાબમાં ઉધારવામાં આવે છે.અને જેટલા દિવસની રજાઓ ભોગવીએ તેના અડધા દિવસોનો પગાર મળવાપાત્ર થાય.એકસો એંસી અ.૫.૨જાઓમાં ઘરભાડું કપાત કરવાનું થતું નથી. નિવૃતિ સમયે મહતમ ૬૦૦ અર્ધ પગારી રજાઓનું રોકડ રૂપાંતર કરીને રજા પગાર ચુકવવમાં આવે છે.

૪. રૂપાંતરીત રજા (કોમ્યુટેડ લીવ)


- નિયમિત પગાર ધોરણ મેળવતા પ્રાથમિક શિક્ષકોને વર્ષની ૨૦ (વીસ) અર્ધ પગારી રજાઓ જમા થયેલ હોય તે રજાઓ રૂપાંતરીત રજા (કોમ્યુટેડ લીવ) તરીકે પણ ભોગવી શકાય છે.

- કર્મચારી પોતે કે પોતાના કુટુંબના સભ્યની માંદગીના કારણોસર દાકતરના પ્રમાણપત્ર (અનફીટ સર્ટી) ના આધારે અર્ધ પગારી રજાઓને પુરાપગારી રજાઓમાં રૂપાંતરીત કરીને ભોગવી શકાય છે.સિવિલ સર્જન કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબના પ્રમાણપત્રનો આગ્રહ ન રાખતાં સ્થાનિક આર.એમ.પી.તબીબનું પ્રમાણપત્ર પણ ચલાવી લઈ આ રજાઓ મંજુર કરી શકાશે. (પ્રા.શિ.નિ.ના પત્ર ક્રમાંક: ૧૨૦૪૨-૯૫-૫નસ-૭-૭૮ તા.૦૪/૧૨/૧૯૭૮). આ રજાનો પગાર કાપવામાં આવતો નથી. પણ જેટલી રજાઓ ભોગવવામાં આવે તેના કરતાં બમણી રજાઓ રજા હિસાબમાં ઉધારવામાં આવે છે.

આ રજાઓનો ન્યુતમ સમયગાળો (જાહેર રજાઓ સહિત)સાત દિવસ કરતાં ઓછો હોવો જોઈએ નહી.તેમ છતાં રજા મંજુર કરનાર અધિકારીની વિવેકબુદ્ધિ પ્રમાણે ઓછી મુદ્દત માટે રજા મંજુર કરી શકાશે. (નાણા વિભાગના પરિપત્ર નં.એલઈવી- ૧૦૮૧-૫૯૪-૫, તા.૨૬/૦૨/૧૯૮૧)

૫. પ્રસુતિ રજા (માતૃત્વ રજા)


—બે કરતાં ઓછાં હયાત બાળકો હોય તેવી મહિલા કર્મચારીને મહતમ ૧૮૦ દિવસની આ રજાઓ મળવાપાત્ર છે. મહિલા કર્મચારીને મળવાપાત્ર થતો તમામ પગાર આ રજાઓ દરમ્યાન ચુકવવાનો થાય છે.પ્રથમ પ્રસુતિ સમયે જોડીયા બાળકોનો જન્મ થાય તો ત્યારબાદની પ્રસુતિ માટે આ ખાસ રજાઓ મળતી નથી. અર્થાત્ આ રજાઓ હયાત બાળકોની સંખ્યાને ધ્યાને લઈને મળે છે

પ્રસુતિની સંખ્યાને ધ્યાને લઈને મળતી નથી.

– વિદ્યાસહાયક યોજના અમલમાં આવી તે સમયે સ્ત્રી વિદ્યાસહાયકને આ રજાઓ મળવાપાત્ર નહોતી. તા.૧૬/૦૬/૨૦૦૦ થી બે માસની બિનપગારી (કપાત પગારી) રજાઓ મળવાપાત્ર થઈ.આ બે માસના સમયગાળાને નિયમિત મહેકમમાં સમાવેશ સમયે  બાદ કરવાના નથી. (શિ.વિ.ના પત્ર નં. પીઆરઈ-૧ ૧૯૯-ઈએમ-૧૦૭૩-ક.તા. ૧૬/૦૯/૨૦૦૦) શિ.વિ.ના ઠરાવ ક્રમાંક: પીઆરઈ-૧૧૯૯-ઈએમ-૧૦૭૩-ક.તા.૨૨/૧૦/૨૦૦૩ થી અન્ય મહિલા કર્મચારીની જેમ (નાણા વિભાગના ઠરાવ ક્રમાંક: પીજીઆર-૧૦૯૮-૧૭-એમ.તા.૦૮/૦૨/૧૯૯૮ ની જોગવાઈ મુજબ) સ્ત્રી વિદ્યાસહાયકને ૧૩૫ દિવસની પ્રસુતિ માટે આ ખાસ રજાઓ મળવાપાત્ર થઈ.





એક વર્ષ કરતાં ઓછી નોકરી થઈ હોય તો પ્રસુતિની રજા મળતી નહોતી. પ્રસુતિની રજા ઉપર ઉતરતી વખતે એક વર્ષ કરતાં વધુ પણ બે વર્ષ કરતાં ઓછી નોકરી થયેલ મહિલા કર્મચારીને અર્ધપગારી અને બે વર્ષ કરતાં વધુ નોકરી થયેલ મહિલા કર્મચારીને પુરા પગારી રજા મળવાપાત્ર થઈ.

ના.વિ.ના જાહેરનામા ક્રમાંક:નં. (જી.એન.૨૩)નં. પીએસએન/૧૦૨૦૨૪/એમ.આઈ. (૩૩૪૩૮૫)/પી.તા. ૧૩/૧૧/૨૦૧૪ અને શિ.વિ.ના ઠરાવ ક્રમાંક:પીઆરઈ/૧૧૯૯/ઈએમ/૧૦૭૩/ક.તા.૦૨/૧૨/૨૦૧૪ મુજબ તા.૦૧/૧૦/૨૦૧૪ ની અસરથી ૧૮૦ દિવસ પ્રસુતિની રજા મળવાપાત્ર થઈ.

ના.વિ.ના ઠરાવ ક્રમાંક:પશન/૧૦૨૦૧૪/એમ-૧/પી(પેન્શન સેલ)તા.૨૪/૦૯/૨૦૨૨ ની જોગવાઈ મુજબ મહિલા કર્મચારીને નોકરીમાં જોડાયા બાદથી જ તેણી જે તારીખથી માતૃત્વ રજા પર જાય તે તારીખથી ૧૮૦ દિવસ પ્રસુતિની રજા મળવાપાત્ર થઈ.

ના.વિ.ના ઠરાવ ક્રમાંક:રજઅ/૧૦૨૦૧૩/ઓ-૧૦/પી(પેન્શન સેલ)તા.૦૨/૦૩/૨૦૨૪ ની જોગવાઈ મુજબ મહિલા કર્મચારીની બદલી કે બઢતી સમયે પ્રસુતિની રજા ઉપર ગયેલ હોય તો જૂની શાળા કે કચેરીમાંથી જેટલી રજાઓ ભોગવી હોય તે સિવાય ભોગવવાની બાકી રહેતી રજાઓનું પ્રમાણપત્ર મેળવીને નવી શાળા કે કચેરીમાં બાકી રહેલ પ્રસુતિની રજાઓ ભોગવી શકાશે.બંને શાળા કે કચેરીમાં ભોગવેલ રજાઓ મળીને ૧૮૦ થી વધવી જોઈએ નહી.આવા સ્ત્રી કર્મચારીને બદલીથી હાજર કરવા માટે મહિલાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં પત્ર/ઈ-મેઈલ કે રૂબરૂ ઉપસ્થિતિને આધારે હાજર ગણવાના રહેશે.

૬. પિતૃત્વ રજા


– બે કરતાં ઓછા બાળકો ધરાવતા પુરુષ કર્મચારીને તેની પત્નિની પ્રસુતિના અગાઉના ૧૫ દિવસથી શરૂ થઈને પ્રસુતિના છ માસ સુધીના સમયગાળામાં પંદર દિવસની પિતૃત્વ રજાઓ મળવાપાત્ર છે.આ રજાનો લાભ નિમણુંક તારીખથી મળવાપાત્ર થાય છે. (ના.વિ.ના પરિપત્ર ક્રમાંક:રજઅ/૧૦૨૦૧૩/ઓ-૧૦/પી તા.૨૫/૦૭/૨૦૧૮)

૭. વળતર રજા


- માન્ય જાહેર રજાના દિવસે જો સરકારી કામ અર્થે હાજરી આપવી પડે તો રજા ન ભોગવી શકવાના બદલામાં વળતર રજા
મળવાપાત્ર થાય છે.પાંચ કલાક કે તેથી વધુ હાજરી માટે એક દિવસની વળતર રજા અને બે કલાકથી સાડા ત્રણ કલાકની હાજરી માટે અડધા દિવસની વળતર રજા મળવાપાત્ર થાય.વળતર રજા એક સાથે એક જ મંજુર કરી શકાય.જે તે કેલેન્ડર વર્ષમાં વળતર રજા ભોગવી શકાય નહીતર જમા રહેલી વળતર રજા આપોઆપ વિલય થઈ જાય.વળતર રજાને કે.રજા,તહેવારની જાહેર રજા સાથે આગળ પાછળ જોડી શકાય છે.

૮. કસવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા


– બે કરતાં વધુા બાળકો ન હોય તે મહિલા કર્મચારીને સમગ્ર નોકરીના સમયગાળામાં ૪૫ દિવસની રજા મળવાપાત્ર થાય છે. આ રજાઓ પાંચ વર્ષમાં એકવાર મંજુર કરી શકાય.આ રજાઓ રજાના હિસાબમાં ઉધારવાની થતી નથી.





 રજાના પ્રકાર


તમામ કર્મચારીઓને મળતી રજાઓ 

(૧) પ્રાસંગિક રજા

પ્રાસંગીક રજા કે Casual Leave ને સામાન્ય રીતે C.L તરીકે ઓળખવામાં આવે છે. કર્મચારીને વર્ષ દરમિયાન 12 પ્રાસંગિક રજા મળવાપાત્ર છે. આ રજાની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવામાં આવતી નથી. વર્ષ પૂરું થતા ન વપરાયેલી રજા જમા રહેતી નથી. 

(૨) મરજિયાત રજા

સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રત્યેક કેલેન્ડર વર્ષ માટે મરજિયાત રજાનું લીસ્ટ જાહેર કરવામાં આવે છે. કર્મચારી વર્ષે દરમિયાન આ રજાઓ પૈકી કોઈ પણ બે રજાઓ ભોગવી શકે છે. આ રજાની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવામાં આવતી નથી. વર્ષ પૂરું થતા ન વપરાયેલી રજા જમા રહેતી નથી. 

(૩) વળતર રજા

કર્મચારી દ્વારા રજાના દિવસોમાં કરવામાં આવેલ કામના બદલામાં તેને વળતર રજાઓ આપવામાં આવે છે. કર્મચારીને જેટલા સમય સુધી રજાના દિવસો દરમિયાન રોકવામાં આવે તેટલા દિવસની વળતર રજા મળવાપાત્ર છે. આ રજા કર્મચારીએ જે તે વર્ષ દરમિયાન ભોગવવાની હોય છે. આ રજાની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવામાં આવે છે. વર્ષ પુરું થતા ન વપરાયેલી રજા જમા રહેતી નથી.

આ ઉપરાંત મળતી રજાઓ.

(1) પ્રાપ્ત રજા(નિયમ :-46,49,50,150)

(૨) અર્ધપગારી રજા (नियम 27)

(3) રૂપાંતરિત રજા(नियम :- 58)

(૪) બિન જમા રજા(નિયમ :- 59)

(૫) અસાધારણ રજા(नियम :- 60)

(૬) હોસ્પિટલ રજા(नियम : 69)

(૭) ખાસ અશક્તતાની રજા (નિયમ :- 74)

(૮) પ્રસુતિની રજા(नियम :- 70)

(૯) પિતૃત્વની રજા(नियम :- 70)

(10) ટીબી અને કેન્સર માટે રજા (નિયમ :- 76)

ખાસ ધ્યાનમા રાખવા જેવી બાબતો. > રજાની માંગણી નિયત નમૂનામાં કરવી-નમૂનો 1
(नियम-24) 

* રજા નકારવાનો હકક સત્તાધિકારીને છે. રજા હકક તરીકે માંગી શકાય નહિ. (નિયમ-10(2))

> કર્મચારીની લેખિત વિનંતી સિવાય રજાનો પ્રકાર ફેરવવાની સત્તા નથી. (નિયમ-10(3))

, થોડા દિવસમાં ફરીથી રજા લેવાના આશયથી રજાના અંતે ઔપચારિક રીતે ફરજ પર હાજર ઘવાની છૂટ આપવી જોઈને નહીં. (નિયમ-17)

- 120 દિવસથી વધુ ન હોય તેટલા સમય માટે રજા પર ગયેલા કર્મચારીની ફરજો એ જ મથકના અથવા જિલ્લામાંથી ઉપલબ્ધ અન્ય કર્મચારી

ફરજ બજાવે તેવી વ્યવસ્થા કરવી. (નિયમ-13) > પ્રાસંગિક રજાને રજા તરીકે માન્યતા ન હોય તેને અન્ય પ્રકારની રજા સાથે જોડી શકાય નહીં પરંતુ

નિયમ-15 હેઠળ અન્ય રજાના પ્રકારોનું સંયોજન એક-બીજા સાથે કરી શકાય છે. > રજા દરમ્યાન અથવા એક કચેરીમાંથી અન્ય

કચેરીમાં બદલી થતાં હાજર થવાનો સમથ ભોગવતા હોય તે સમયગાળામાં સંબંધિત કર્મચારીની રજા મંજૂર કરવાની અને રજાનાં

પગાર ચૂકવણી કરવાની જવાબદારી કર્મચારીની જે કચેરીમાંથી બદલી થઈ હોય તે કચેરીની રહેશે.

(नियम-29)

, નોકરીમાંથી બરતરફ કરવાની, દૂર કરવાની કે ફરજિયાતપણે નિવૃત કરવાની શિક્ષા કરવાનો

સક્ષમ અધિકારીએ નિર્ણય કર્યો હોય ત્યારે

કર્મચારીની રજા મંજૂર કરવામાં આવશે નહિ. (नियम-30)

અધિકૃત તબીબી ચિકિત્સક અથવા આર.એમ.પી.દ્વારા ખાપવામાં આવેલ નિયત નમૂના-૩માં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાથી

કર્મચારીની માંદગીના કારણે રજા મંજૂર કરી શકાશે. (નિયમ-35) > રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી

પોતાના વિવેકાધિકારથી. સરકારી તબીબી

અધિકારી કે જે સિવિલ સર્જનની કક્ષા કરતાં નીચેની કક્ષાના ન હોય તેમને વિનંતી કરી. બીજા

તબીબી અભિપ્રાય માટે કર્મચારીની શારિરીક તપાસ કરાવવાનો પ્રબંધ કરી શકશે(नियम-37(2)), જેની તબીબી પ્રમાણપત્રના આધારે રજા મંજૂર કરવામાં આવેલ હોય તેવા કર્મચારી તંદુરસ્તી પ્રાપ્ત કર્યાનું નમૂના-૪નું પ્રમાણપત્ર રજૂ કર્યા

સિવાય ફરજ પર હાજર થઈ શકશે નહિ. (नियम-37(4))

પ્રાપ્ત રજા

વેકેશન ખાતાના કર્મચારીને પ્રાપ્ત રજા લહેણી થતી નથી પરંતુ વેકેશન દરમ્યાન કોઈપણ

કામગીરી લેખિત હુકમ સ્વરૂપે કરવામાં આવે અને તે કામગીરી પ્રમાણિત થયેથી નિયમાનુસાર

હકક રજા ખાતામાં જમા થાય છે. જેની ગણતરી

નીચે મુજબ છે.

વેકેશન ભોગવવાની છૂટ આપવામાં ના આવી હોય તે દિવસોની સંખ્યા X ખરેખર નોકરીની ફરજનો સમય x 30

કુલ વેકેશનના દિવસોની સંખ્યા 365

> જો કર્મચારીને 15 દિવસથી વધુ સમય માટેનો વેકેશનનો સમય ભોગવવામાંથી અટકાવવામાં આવેલ હોય તો તેણે વેકેશનનો કોઈ ભાગ

ભોગવ્યો નથી તેમ ગણાશે.(50-2) (નોંધ-ખ) > પ્રાપ્ત રજા પૂર્ણ પગારનો કર્મચારી નોકરી

દરમ્યાન ગમે ત્યારે ભોગવી શકે છે. જયારે ફિક્સ પગારના કર્મચારીને વળતર રજા મળે છે, જે જે-તે કેલેન્ડર વર્ષમાં ભોગવવી પડે છે. અન્યથા જતી

રહે છે.

, વૈકેશન અને પ્રાપ્ત રજા બંન્ને મળીને 120દિવસથી વધુ એક્સાથે જોડી શકાય નહીં. નાણા વિભાગના તારીખ:-10/10/2000ના

ઠરાવ અન્વયે પ્રાપ્ત રજા/અર્ધપગારી રજા/

રૂપાંતરીત રજા બધા મળીને કુલ 240દિવસ

સુધીની રજાઓ વિભાગ/ ખાતા/ કચેરીના વડા મંજૂર કરી શકે. > પ્રત્યેક અડધા વર્ષની નોકરી માટે કર્મચારીને 10

દિવસની અર્ધ પગારી રજા મળવાપાત્ર છે.1 જાન્યુઆરી / 1 જુલાઈના રોજ અર્ધ પગારી રજાના હિસાબમાં તે આગળથી જમા કરવામાં

आवे (57-18) કર્મચારીની રૂપાંતરિત રજા મંજૂર કરવામાં આવે

ત્યારે તે રજા કરતાં બમણી અર્ધ પગારી રજા તેના

હિસાબમાં ઉધારવી જોઈએ.

• રજા મંજૂર કરનાર અધિકારી માન્ય

અભ્યાસક્રમ માટે અથવા જાહેર હિતમાં સમગ્ર
નોકરીના સમયગાળા દરમ્યાન મહત્તમ 90 દિવસની રૂપાંતરીત રજા તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા વિના મંજુર કરી શકશે. (58-5) > નમૂના નં-5 મુજબ કર્મચારી કુટુંબની વ્યાખ્યામાં આવતા વ્યકિતની માંદગી સબંધે રૂપાંતરિત રજા
મંજૂર કરી શકાશે. (58-5)

સંપૂર્ણ નોકરી દરમિયાન 350 દિવસની
મર્યાદામાં બિન જમા રજા મળવા પાત્ર રહેશે. જેમાંથી એક સમયે 90 દિવસથી વધુ નહિ અને તબીબી પ્રમાણપત્રના આધાર સિવાયની 180 દિવસની બિન જમા રજા મંજુર કરી શકાશે.
(કપાત પગારી રજા)

પ્રસુતિ રજા , બે થી વધુ જીવિત બાળકો ન હોય (69-1)

> પ્રસુતિ રજા કર્મચારીના રજાના ખાતામાં

ઉધારવામાં આવતી નથી.

> પિતૃત્વ કે પ્રસુતિની રજા નકારી શકાય નહીં. > પ્રસુતિની રજા સાથે રૂપાંતરિત સહિત બીજા કોઈ પણ પ્રકારની લેણી રજા સાથે જોડવાની

મહિલા કર્મચારીને પરવાનગી આપવામાં આવે છે.

> સાઠ દિવસની રજા તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા સિવાય મંજૂર કરી શકાશે. (69-7)

> ફિક્સ પગારના મહિલા કર્મચારીને ગુજરાત મુલ્કી સેવા (રજા નિયમો) 2002 ના પ્રસુતિના રજા નિયમો મુજબ રાજ્ય સેવાના કર્મચારીઓ / અધિકારીઓને મળવાપાત્ર પ્રસુતિની રજાના ઘોરણે જ પ્રસુતિની રજા મળવાપાત્ર થાય છે.

> કર્મચારીને 180 દિવસની પ્રસુતિની રજા આપવામાં આવે છે. સા.વ.વી. ના તારીખ:- 30/06/2015 ના પરિપત્રથી સ્પષ્ટ કર્યા મુજબ પ્રસુતિની રજાનો સમયગાળો કરારીય સમયગાળો પૂર્ણ કરતી વખતે કરારીય સમયગાળામાં ઉમેરવાનો રહેશે નહિ. એટલે કે કર્મચારીને ફિક્સ પગારમાંથી ફૂલ પગારમાં કરતી વખતે પ્રસુતિની રજાના દિવસો કપાત રજા મળવાપાત્ર થાય છે.

12પિતૃત્વ રજા

> કર્મચારીને ઘરે સંતાનનો જન્મ થવાના કિસ્સામાં પુરુષ કર્મચારીને પિતૃત્વની રજા મળવાપાત્ર છે. (ગુજરાત મુલ્કી સેવા (રજા નિયમો) 2002 નો

नियम - 70) > વધુમાં વધુ 15 દિવસની રજા મળવાપાત્ર છે.

> બે અથવા બે થી વધુ હયાત બાળકો હોય તો

આ રજા મળવાપાત્ર નથી.

> પિતૃત્વ રજાનો લાભ પુરુષ કર્મચારી/ અધિકારીને પત્નીની પ્રસુતિથી છ માસ સુધીના સમયગાળામાં મળવાપાત્ર થશે. , વિશેષ સંજોગીમાં તબીબી પ્રમાણપત્રના આધારે પ્રસુતિના 15 દિવસ અગાઉ પણ

પિતૃત્વની રજાનો લાભ મળવાપાત્ર થશે.

> આમ આ રજાનો લાભ પ્રસુતિના 15 દિવસ અગાઉથી શરુ થઈને પ્રસુતિથી 6 માસ સુધીનના સમયગાળા દરમિયાન મળવાપાત્ર થશે. (પિતૃત્વ રજા અંગે જરૂરી સ્પષ્ટતા કરવા બાબત ગુજરાત સરકાર, નાણા વિભાગનો તારીખ:- 25/07/2018 નો પરિપત્ર)

> પિતૃત્વ રજાનો લાભ કર્મચારી/અધિકારીને નિમણુકની તારીખ થી મળવાપાત્ર થશે. (પિતૃત્વ રજા અંગે જરૂરી સ્પષ્ટતા કરવા બાબત ગુજરાત સરકાર, નાણા વિભાગનો તારીખ:-25/07/2018 નો પરિપત્ર)

> કરાર આધારિત ફિક્સ પગારથી નિમણુક પામેલા પુરુષ કર્મચારીઓને ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 ના નિયમ -70 ની જોગવાઈ મુજબ પિતૃત્વની રજાનો લાભ મળવાપાત્ર થશે. (સીધી ભરતીથી નિમણુક પામેલ પુરુષ કર્મચારીઓને પિતૃત્વની રજાનો લાભ આપવા બાબત. ગુજરાત સરકાર, નાણા વિભાગનો તારીખ:- 12/07/2016 નો પરિપત્ર.)

> પિતૃત્વ કે પ્રસુતિની રજા નકારી શકાય નહી. * કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં ૨૯ ના.વિ.ના. ૨૬/૧૨/૯૭ ના ઠરાવ અન્વયે-સમગ્ર નોકરી દરમ્યાન ૪૫ દિવસ- બે કે તેથી વધુ બાળકો જીવિત હોય તો ન મળે. > વધારેમાં વધારે ૭ કામકાજના દિવસો, અરજીના

સમર્થનમાં તબીબી પ્રમાણપત્ર જરૂરી. > પિતૃત્વ કે પ્રસુતિની રજા નકારી શકાય નહિ.

B પ્રાસંગિક રજા

> રજાનો માન્ય પ્રકાર નથી > રવિવાર કે રજાના દિવસો સાથે જોડી શકાય છે. > સામાન્ય રીતે ૮ દિવસ એકી સાથે

> વેકેશનની આગળ કે પાછળ જોડી શકાય નહિ. અડધા દિવસની મૂકી શકાય છે.

> સામૂહિક પરચુરણ રજાના એલાન અન્વયે પરચુરણ રજા મંજૂર ન કરવી.

વળતર રજા

>માન્ય જાહેર રજાના દિવસો સરકારી કામ અંગે

ઉપસ્થિત રહેવું પડે ત્યારે વળતર રજા આપવામાં આવે છે.

> વળતર રજા અન્ય કે પ્રાસંગિક રજાની આગળ પાછળ જોડી શકાય છે.

એકી સાથે ફક્ત એક જ વળતર રજા મંજૂર કરવામાં આવે છે.

> જે કર્મચારી મુખ્ય મથકની બહાર પ્રવાસ પર ગયા હોય તેને વળતર રજા કે રજા મળી શકે નહીં

8 ખાસ રજા

જે તે કેલેન્ડર કુટુંબ કલ્યાણ કાર્યક્રમ હેઠળ પુરુષ કર્મચારીને કામકાજના ૬ દિવસથી વધે નહીં તે રીતે ખાસ પ્રાસંગિક રજા મંજૂર કરવામાં આવે છે.

૧ વખત ઓપરેશન નિષ્ફળ જાય તો બીજી વખત માટે પણ રજા મળી શકે છે. > સ્ત્રી કર્મચારીને ૧૪ દિવસની રજા મંજુર કરવામાં આવે છે.

> પુરૂષ કર્મચારીને પત્નીના આવા ઓપરેશન

વખતે ૭ દિવસની રજા આપવામાં આવે છે. આંકડી મૂકાવવા માટે ૧ દિવસની પ્રાસંગિક

રજા મળી શકે છે.

8 એસોસિએશનના હોદ્દેદારોને ખાસ રજા

> 1 કેલેન્ડર વર્ષમાં 10 રજા મળે છે. પ્રાસંગિક રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા

અધિકારી આ ખાસ પ્રકારની રજા મંજૂર કરી

શકશે.

> ઓફીસના કામકાજના કલાકો બાદ હાથ ધરી

શકાય તેવી પ્રવૃત્તિ માટે આ ખાસ પ્રાસંગિક રજાઓ મળવા પાત્ર નથી.

> રજા પૂરી થયા પછી ગેરહાજર રહેનાર કર્મચારી

આવી ગે.હા.ની મુદ્દત માટે હક્કદાર નથી. (44-1) > રજા પૂરી થયેથી ફરજ પર જાણી બુઝીને ગે.હા. રહેનાર કર્મચારીની ગે.હા. શિક્ષાત્મક પગલાને

પાત્ર ગણાશે. (44-2)

 1)CL / પ્રાસંગિક રજા

આખા અંગ્રેજી વર્ષ દરમિયાન 12 દિવસની CL મળે છે.એક સાથે આઠથી વધુ CL મંજૂર કરી શકાતી નથી. આ રજા બીજી કોઈપણ રજા સાથે જોડી શકાતી નથી. અર્ધા દિવસની પણ CL મંજૂર કરી શકાય છે. વર્ષ-2004થી CL આ રજાનો હિસાબ CL CARD માં રાખવામાં આવે છે.CL કાર્ડ બે નકલમાં બનાવવામાં આવે છે-એક-ઓફિસ કોપી અને બીજી-કર્મચારીની કોપી.બંને કાર્ડમાં રજાની વિગત ભરીને ઉપલા અધિકારી પાસે રજા મંજૂર કરાવવાની હોય છે. કોઈ કારણસર અગાઉથી રજા મંજૂર કરવાની રહી જાય ત્યારે રજા પરથી પરત આવ્યા બાદ તુરત જ કાર્ડમાં નોંધ કરી રજા મંજૂર કરાવવાની રહેશે.
2) મરજીયાત રજા/ RH (Restricted Holidays)
દર વર્ષે ડિસેમ્બર મહિનામાં આગામી વર્ષની સરકારી જાહેર રજાઓની યાદી સાથે મરજીયાત ૨જાઓની યાદી પણ જાહેર કરવામાં આવે છે. જેમાંથી વધુમાં વધુ બે રજાઓ ભોગવી શકાય છે.જેને CL કાર્ડમાં જ અગાઉથી મંજૂર કરાવવાની હોય છે.
3) વળતર રજા/C-Off
જાહેર રજાના દિવસે સરકારી કામે કચેરીમાં હાજરી આપવી પડે ત્યારે વળતર રજા મળે છે. આ રજા CL ની સાથે જોડી શકાય છે. 
    રજા દરમિયાન આખા દિવસના સાડા ત્રણ કલાક કે તેથી ઓછા સમય માટે પરંતુ બે કલાકથી ઓછી નહીં તેટલી હાજરી માટે અડધા દિવસની વળતર રજા મળી શકે છે.તેનાથી વધારે સમય પરંતુ પાંચ કલાકથી ઓછો ન હોય તે માટે આખા દિવસની વળતર રજા મળે છે. આ રજાઓ પણ CL કાર્ડમાં પ્રથમ જમા લઇ ત્યારબાદ ભોગવી શકાય છે. ન ભોગવેલી વળતર રજાઓ આગલા વર્ષમાં કેરી ફોર્વડ થતી નથી.
4) પ્રસુતિ રજા/મેટરનીટી લીવ
કાયમી નોકરીમાં હોય તેવા અને જેમને બે કરતાં વધુ જીવિત બાળકો ન હોય તેવા મહિલા કર્મચારીને 180 દિવસની પ્રસૂતિની રજા મળે છે.ફિક્સ પગારના મહિલા કર્મચારીને પણ આ રજાઓ મળે છે.
5) પિતૃત્વ રજા/પેટરનીટી લીવ
બે કરતાં ઓછા બાળકો ધરાવતા પુરુષ કર્મચારીને તેની પત્નીના પ્રસૂતિ પ્રસંગે 15 પેટરનીટી લીવ મળે છે. પ્રસૂતિના 15 દિવસ અગાઉથી શરૂ થઈને પ્રસુતિના છ માસ સુધીની સમય મર્યાદામાં આ રજાઓ ભોગવી શકાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને પણ આ રજા મળે છે.
6) પ્રાપ્ત રજા/EL(Earned Leave)
વેકેશન ખાતા સિવાયના આપણા ખાતાના કમચારીને નોકરીના પ્રત્યેક અર્ધવાર્ષિક (છ માસ) ગાળા માટે 15 દિવસની EL પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઇના દિવસે સર્વિસ બુકમાં રજાના હિસાબમાં અગાઉથી જમા કરવામાં આવે છે. વર્ષની કુલ 30 EL જમા થાય છે. વર્ષ દરમિયાન વધુમાં વધુ ત્રણ પ્રસંગોમાં EL મંજૂર થઈ શકે છે. આ રજાઓ જમા થતી જાય છે.વધુમાં વધુ 300 રજા જમા રહે છે.
આ રજા નિયત પત્રકમાં વિગતો ભરીને અગાઉથી મંજૂર કરાવવાની હોય છે.
7) અર્ધપગારી રજા
EL ની જેમ પ્રત્યેક અર્ધવર્ષે 10 દિવસની અર્ધપગારી રજા સર્વિસ બુકમાં રજાના હિસાબમાં 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ જમા કરવામાં આવે છે. વર્ષની 20 રજા જમા થાય છે.આ જમા રજા --  રૂપાંતરિત રજાના સ્વરૂપે ,તબીબી પ્રમાણપત્રના આધારે મંજૂર કરી શકાય છે. આ રૂપાંતરિત રજા અર્ધપગારી રજા કરતાં બમણી સંખ્યામાં સર્વિસ બુકમાં રજાના હિસાબમાં ઉધારવામાં આવે છે. જનરલી આ રજાઓને મેડીકલ રજાને નામે કર્મચારીઓ ઓળખે છે.

  • ફિક્સ પગારી કર્મચારી માટે:
         12CL મળશે.
  • 15 ખાસ રજાઓ મળશે. જે કેરી ફોર્વર્ડ કરી શકાશે. પરંતુ આવી રજાઓ 30થી વધુ જમા થઈ શકશે નહીં. કોઈપણ હેતુ માટે આ રજાઓ વાપરી શકાશે.
  • માંદગીના હેતુ માટે--પુરા પગારમાં 10 અને અડધા પગારમાં 20 રજા મેડીકલ પ્રમાણપત્રને આધારે મળવાપાત્ર છે. આ રજાઓ એકઠી થઈ શકશે. સંબંધિત વહીવટી વિભાગના સચિવશ્રી આ રજાઓ મંજૂર કરી શકશે.
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)