કર્મચારીઓ માટે હિન્દી પરીક્ષા પાસ કરવાનો મોકો
ધોરણ-10 અને ધોરણ -12 ના પરીક્ષા માટે ના ફોર્મ ભરવાની તારીખ : 07-11-2025 થી 06-12-2025 સુધી છે.
જે મિત્રોને સરકારી નોકરી માં હિન્દી ની ધોરણ-10/12 ની X તરીકે ની હિન્દી પરીક્ષા આપવાની બાકી હોય તો સત્વરે ફોર્મ ભરી દેવા
ભારત સરકારની જેમ ગુજરાત સરકારે પણ “હિન્દી રાજભાષા” તરીકે સ્વીકારી છે,
અને દરેક કર્મચારી પાસે હિન્દી ભાષાનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ એવો નિયમ છે.
નવા નિયુક્ત કર્મચારીઓ માટે હિન્દી તાલીમ લેવી જરૂરી.
હિન્દી પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોય છે, જો કામમાં હિન્દી ભાષાનો ઉપયોગ થાય.
સામાન્ય રીતે જો કોઈ કર્મચારી 10મી કક્ષાની (SSC) પરીક્ષા હિન્દી વિષય સાથે પાસ કર્યો હોય — એટલે કે હિન્દી ભાષા તરીકે તેના વિષયોમાં સમાવાયેલ હોય — તો તેને અલગથી હિન્દી પરીક્ષા (જેમ કે હિન્દી લાયકાત પરીક્ષા / હિન્દી કૌશલ્ય પરીક્ષા) પાસ કરવાની જરૂર નથી

