ITI એડમિશન 2026: કારકિર્દી બનાવવાની ઉત્તમ તક

ITI એડમિશન 2026: કારકિર્દી બનાવવાની ઉત્તમ તક

ITI EDUCATION
0

જો તમે ધોરણ 8,9,10 કે 12 પછી ટૂંકા ગાળામાં ટેકનિકલ કૌશલ્ય મેળવીને સારી નોકરી કે સ્વરોજગાર મેળવવા માંગતા હોવ, તો ITI (Industrial Training Institute) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક (DET) દ્વારા દર વર્ષે રાજ્યની વિવિધ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ ITI સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

ITI શા માટે પસંદ કરવું?

ટૂંકા ગાળાના કોર્સ: મોટાભાગના કોર્સ 1 થી 2 વર્ષના હોય છે.
સરળ પ્રવેશ: પ્રવેશ માટે કોઈ અઘરી પ્રવેશ પરીક્ષા આપવાની જરૂર નથી; મેરિટના આધારે સીધું સિલેક્શન થાય છે.
રોજગારીની તકો: રેલવે, ONGC, ટાટા મોટર્સ જેવી મોટી કંપનીઓમાં નોકરીની તક.
સ્વરોજગાર: તમે તમારો પોતાનો વ્યવસાય (જેમ કે ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, ગેરેજ) પણ શરૂ કરી શકો છો.

પ્રવેશ માટેની પાત્રતા (Eligibility)

શૈક્ષણિક લાયકાત: ટ્રેડ મુજબ ધોરણ 8 પાસ, 10 પાસ અથવા 12 પાસ.
વય મર્યાદા: ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 14 વર્ષ હોવી જોઈએ.

મહત્વના લોકપ્રિય ટ્રેડ્સ (Courses)

ગુજરાતની ITIમાં એન્જિનિયરિંગ અને નોન-એન્જિનિયરિંગ એમ બંને પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે:

એન્જિનિયરિંગ ટ્રેડ્સ: ઇલેક્ટ્રિશિયન, ETN,ફીટર, વાયરમેન, મિકેનિક ડીઝલ, , મિકેનિક મોટર વ્હીકલ.
નોન-એન્જિનિયરિંગ ટ્રેડ્સ: સ્વીઈંગ ટેકનોલોજી, હેર એન્ડ સ્કીન કેર, હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર.કોમ્પ્યુટર ઓપરેટર (COPA)

જરૂરી દસ્તાવેજો (Required Documents)

અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા:

ધોરણ 10/12 ની માર્કશીટ
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય)
આવકનું પ્રમાણપત્ર
આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો

કેવી રીતે અરજી કરવી? (Admission Process)

ગુજરાતમાં ITI પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન હોય છે:

સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ itiadmission.gujarat.gov.in પર જાઓ.
'New Registration' પર ક્લિક કરીને તમારી વિગતો ભરો.
તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને રજીસ્ટ્રેશન ફી ભરો.
તમારી પસંદગીના ટ્રેડ અને કોલેજ (Choice Filling) પસંદ કરો.
મેરિટ લિસ્ટ જાહેર થયા પછી, જો તમારું નામ આવે તો નજીકની ITIમાં જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો.
  

પ્રવેશસત્ર 2026 અંતર્ગત રાજ્યમાં આવેલ સરકારી ગ્રાન્ટ ઇન એઇડ સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓ ખાતે પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા તા  14/05/2026 નાં રોજ થી શરુ થયેલ છે.

👉 ફોર્મ ભરવા અહી ક્લિક કરો. 👈












Post a Comment

0Comments

Post a Comment (0)