અત્યારે વર્તમાન સમયમાં દુનિયા ના દરેક પ્રગતિશીલ દેશો માં VET (vocational Education and Training) અને TVET ( Technical Vocational Education and Training) પ્રકારના કોર્સ ચાલી રહ્યા છે. પ્રથમ આપણે આ પ્રકારના કોર્સ શું છે એ જોઈએ અને બીજું દુનિયા ના બધા દેશો કેમ ચલાવી રહ્યા છે?એ જોઈએ
પ્રથમ તો આપણે જોઈશું આ કોર્સ છે શું?VET ( vocational Education and Training) નો અર્થ વ્યવસાયિક અભ્યાસ અને તાલીમ અને TVET ( Technical Vocational Education and Training ) નો અર્થ ટેક્નિકલ ( તકનીકી ) વ્યવસાયિક અભ્યાસ અને તાલીમ.
હવે આપણે જોઈશું આ બંને માં અંતર શું છે. આ બન્ને પ્રકારના કોર્સ માં એક શબ્દ સામાન્ય છે જે વ્યવસાયિક તાલીમ. આ વ્યવસાયિક તાલીમ એટલે એવી તાલીમ / ટ્રેઇનિંગ કે જે પૂર્ણ કર્યા બાદ તમે પોતાનો ધંધો કે નોકરી શરુ કરી શકો. હવે પ્રથમ આપણે જોઈશું( VET )વ્યવસાયિક અભ્યાસ અને તાલીમ આ પ્રકારના કોર્સ માં એવા અભ્યાસ ક્રમ આવે કે જે પૂર્ણ કર્યા બાદ તમે પોતાનો વ્યવસાય ( ધંધો કે નોકરી ) શરુ કરી શકો જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, મેનેજમેન્ટ ને લગતા કોર્સ વગેરે કરી શકો. હવે વાત આવે છે (TVET)ટેક્નિકલ વ્યવસાયિક અભ્યાસ અને તાલીમ ની, આમાં ટેક્નિકલ કોઈ પણ વ્યવસાય જેવા કે ફીટર, ટર્નર, મશીનિષ્ટ, ઈલેક્ટ્રિશિયન, પ્લમ્બર, કાર્પેન્ટર વગેરે.
ઉપરના TVET પ્રકારના તમાન અભ્યાંસ ક્રમો iti દ્વારા ચલાવવા માં આવે છે જેમાં 50 થી વધુ અભ્યાસ ક્રમો નો સમાવેશ થાય છે. જેમાં તમારે જે ફિલ્ડ માં રસ હોય એમાં ટેક્નિકલ લાયકાત લઇ શકો છો અને આ કોર્સ 6 મહિના થી લઈને 2 વર્ષ સુધીના હોય છે જે પૂર્ણ કર્યા બાદ તમે કોઈ પણ કંપની માં નોકરી કરી શકો કે પોતાનો ધંધો પણ કરી શકો.
હવે આપણે જોઈશું કે દુનિયા દરેક દેશો આ અભ્યાસ ક્રમો કેમ ચલાવે છે એના કારણો કોઈશું
કોઈ પણ દેશની પ્રગતિ નો આધાર ઔદ્યોગિક ક્રાંતિ પર રહેલો છે મતલબ કે જેટલાં ઉદ્યોગ ધંધા વધુ એટલો વિકાસ વધુ એનું કારણ એ કે ઇન્ડસ્ટ્રીજ વધુ એટલે સરકાર ને ટેક્ષ વધુ મળે અને આવક થાય એટલે એ આવક માંથી દેશ ની પ્રજા માટે સુખાકારી સગવડો ઉભી થાય જેમાં કે રોડ, લાઈટ પાણી વીજળી વગેરે, અને આ રીતે વિકાસ થાય. એટલે સરકાર પણ નોકરીદાતા ને મદદરૂપ થવાની ભાવના થી ઉદ્યોગ ચલાવવા માટે જે વ્યવસાયિક કારીગરો જેવાકે ફીટર પ્લમ્બર મશીનીષ્ટ વગેરે ની જરૂરિયાત પુરી કરવા માટે iti ના માધ્યમ થી આ પ્રકારના તાલિમી વર્ગો ચલાવે છે.ITI નું આખુ નામ ( industrial training institute ) ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે. જે હાલમાં સરકાર શ્રી ના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ હેઠળ કામ કરે છે. જેની મૂળ કામગીરી ઉદ્યોગો માં કુશળ માનવબળ પુરી પાડવાની છે જેમાં કે કોઈ કંપની માં કોઈ પણ પ્રકારના કારીગર ની જરૂરિયાત છે જેવા કે ફીટર, પ્લમ્બર, કાર્પેન્ટર વગેરે. આ પ્રકારની તાલીમ iti ખાતે આપવામાં આવે છે અને ઉદ્યોગો ની જરૂરિયાત મુજબ ના કોર્સ ચલાવવામાં આવે છે જેથી તાલીમ પૂર્ણ થયાં બાદ તત્કાલ રોજગારી મળી રહે છે વધુમાં રોજગાર ખાતું પણ આ સાથે સંકળાયેલ હોવાથી ઉદ્યોગો ની જરૂરિયાત અને iti ના તાલીમાર્થી વચ્ચે રોજગારી અપાવવા માટે સેતુ નું કામ કરી રહી છે
Iti ખાતે અલગ અલગ ગ્રુપ માં કોર્સ ચાલી રહ્યા છે જેમાં
1) મિકેનિકલ ગ્રુપ ખાતે ફીટર, ટર્નર, મશીનિષ્ટ, પ્લમ્બર, કાર્પેન્ટર, CNC મિલિંગ, CNC ટર્નીંગ, મશીનીષ્ટ ગ્રાઇન્ડર, વેલ્ડર, શીટ મેટલ, રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ, ડ્રાફ્ટમેન મિકેનિકલ, લિફ્ટ મિકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, ફાઉન્ડરીમેન વગેરે.
2) ઇલેક્ટ્રિકલ ગ્રુપ ખાતે ઇલેક્ટ્રિશીયન, વાયરમેન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, આર્મેચર રિવાઇનન્ડિગ
3) ઓટોમોબાઇલ ગ્રુપ ખાતે મિકેનિક મોટર વ્હીહિકલ, મિકેનિક ડીઝલ, ઇલેક્ટ્રિક વ્હીહિકલ ટેકનીશીયન, મિકેનિક ટૂ એન્ડ થ્રી વ્હીલર,
4) કેમિકલ ગ્રુપ ખાતે લેબો્રેટરી આસિસ્ટન્ટ ઈન કેમિકલ પ્લાન્ટ, મેન્ટેનન્સ મિકેનિક ઈન કેમિકલ પ્લાન્ટ, એટેન્ડન્ટ ઓપરેટર ઈન કેમિકલ પ્લાન્ટ,ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ઈન કેમિકલ પ્લાન્ટ.
5)કમ્પ્યુટર ગ્રુપ ખાતે, કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, સોફ્ટવેર પ્રોગ્રામિંગ, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વગેરે.
6) સિવિલ ગ્રુપ ખાતે સર્વેયર, ડ્રાફ્ટમેન મિકેનિક વગેરે
7) પ્લાસ્ટિક ગ્રુપ ખાતે પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર
અને અન્ય હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર વગેરે જેવા કોર્સ ચાલી રહ્યા છે વધુમાં જેતે GIDC અને એરિયા ની જરૂરિયાત મુજબ ના કોર્સ પણ ચાલી રહ્યા છે જેમાં કે દરિયાકિનારા નજીક ના એરિયા ની iti માં મરીન ટેક્નોલોજી પર ના કોર્સ વગેરે.
આ તમામ કોર્સ ની વિગતવાર માહિતી આપને iti ની માહિતી પુસ્તિકા કે વેબ સાઈટ પર થી મળી રહેશે.
વિદેશો માં આ પ્રકારના ટેક્નિકલ વોકેશનલ કોર્સ ની જરૂરિયાર વધુ હોઈ વિઝા મેળવવામાં સરળતા રહે છે તેમજ આપણા દેશ ખાતે પણ ઇન્ટરનેશનલ અને આપણા દેશ ની કંપની ઓ માં પણ વધુ માંગ છે. Iti બાદ સારી સ્કિલ મેળવ્યા બાદ ઘણા તાલીમાર્થીઓ પોતાના સ્વતંત્ર વ્યસાય પણ ચાલુ કરી રહ્યા છે.પ્રથમ તો આપણે જોયું કે iti સંસ્થા એ વ્યવસાયિક જરૂરિયાત મુજબ ના કારીગર ઉત્પાદન કરતી સંસ્થા છે. એ મુજબ જે મિત્રો નું મેરીટ ધોરણ 8, ધોરણ 9 કે ધોરણ 10 માં નીચું હોય એવા મિત્રો એડમિશન મેળવે છે અને 80% જેવા તાલીમાર્થીઓ ની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોય છે. મેરીટ નીચું હોવાના કારણે ઘણી વાર વિધાર્થીઓ ને સામાજિક, કૌટુંબિક કે અન્ય કારણોસર નીચું જોવાનો વારો આવે છે. જે મિત્રો ને iti દ્વવારા ટ્રેઈન કરીને માથું ઊંચું રાખીને જીવતા શીખવવામાં આવે છે. કારણકે ટ્રેઈનીંગ ના કારણે કોઈ પણ તાલીમાર્થી 1 કે બે વર્ષ ના કોર્સ બાદ પોતાની નોકરી કે ધંધો કરીને આર્થિક પરિસ્થિતિ ને મજબૂત બનાવી શકે છે.
વિશેષ માં વિદેશો માં પણ વધુ માં વધુ કુશળ માનવબળ ( કારીગરો ) ની જરૂરિયાત હોય iti નો તાલીમાર્થી સ્થાયી થઇ શકે છે અને પોતાની આર્થિક પરિસ્થિતિ માં સુધારો લાવી શકે છે. દેશમાં પણ હાલ ઇન્ટરનેશનલ કંપનીઓ આવતી હોય ત્યાં પણ આ પ્રકારના માણસો ની જરૂરિયાત હોય રોજગારી મેળવી શકાય છે. વધુમાં દેશ ના વિકાસ માં ઇન્ડસટ્રીઝ નો મોટો ફાળો રહેલો છે જેમાં વહીવટી કામો કરતા ટેક્નિકલ અને પ્રોડક્શન લાઈન માં આ પ્રકારના ટેકનિકલ માણસો ની જરૂરિયાત વધારે રહે છે જેના કારણે નોકરી ના સ્ત્રોત પણ વધારે રહે છે.
સરકાર શ્રીમાં અને અર્ધ સરકારી સાહસો માં રેલ્વે, ONGC, એરો નોટિકલ ઇન્ડસ્ટ્રીઝ( વિમાની સેવાઓ ),પાવર ઇન્ડસ્ટ્રીઝ (GSECL(GEB)), મરીન /શિપિંગ ઇન્ડસ્ટ્રી( જહાજ બનાવટ ), PWD, માઇનિંગ ( ખાણ ) ઇન્દ્ર્સ્ટ્રીઝ વગેરે જેવી ઘણી જગ્યાએ પણ રોજગારી મેળવી શકાય છે.