વેલ્ડીંગ પરિચય ( Welding Introduction )
વેલ્ડીંગ
- વેલ્ડીંગ એ જુદી જુદી ધાતુઓને જોડાવાની એક રીત છે. વેલ્ડીંગથી ધાતુઓ અને તેની મિશ્ર ધાતુઓ જોડી શકાય છે. વીજળી કે ટોર્ચ થી ધાતુઓને ગરમ કરી જોડવાની રીતને વેલ્ડીંગ કહે છે.
- તેનો વિકાસ સર્વાંગી ઔદ્યોગિક વિકાસ કરતાં પણ ઝડપી છે. પૂલો, વહાણો, બોઈલર વગેરે જે પહેલા રિવેટિંગ થી બનાવવામાં આવતા તે હવે વેલ્ડીંગ થી બનાવવામાં આવે છે.
- વેલ્ડીંગ શોપ વગર વર્કશોપની કલ્પના કરવી પણ અઘરી છે. કોઈપણ નાની કે મોટી ઉદ્યોગમાં વેલ્ડીંગ વર્કશોપ તેની અગત્યતા દર્શાવે છે. ઓછા સમયમાં વિશ્વાસ પૂર્વક સ્થાયી રીતે બે સરખા અથવા અસરખા ધાતુઓને જોડાવાની ક્રિયા વેલ્ડીંગ છે.
- ધાતુઓને જોડવાની ક્રિયાઓમાં વેલ્ડીંગ એ સૌથી ઝડપી ક્રિયા છે. વેલ્ડીંગથી ધાતુને જોઈતા આકારમાં વેલ્ડ કરી શકાય છે. ઉદ્યોગમાં નવી નવી રીત થી વેલ્ડીંગ કરવામાં આવે છે. મોટા મોટા કન્ટેઇનરો બનાવવા માટે તેમના જુદા જુદા ભાગ તૈયાર કરી વેલ્ડીંગ કરી પ્રેસર વેસલ બનાવવા માટેની ફક્ત એક જ રીત છે. મોટા મોટા વ્યાસ વાળી પાઇપોને જોડવા માટે વેલ્ડીંગ અગત્યની ક્રિયા છે. ટૂંકમાં વેલ્ડીંગ વગર કોઈપણ વર્કશોપ પૂર્ણ નથી.
વેલ્ડીંગના ઉપયોગો :
1) શેડ સ્ટ્રક્ચર બનાવવા
2) પાઈપ લાઈન જોડવા
3) રેલ, શિપીગ કામમાં
4) પુલ બનાવવા
5) મકાન ના બારી-બારણાંની ફ્રેમ બનાવવા.
6) કાર, વિમાન, રેલ્વે એંન્જિનના જુદા જુદા ભાગો તૈયાર કરવા.
7) પ્રેસર વેસલ મોટી મોટી ટાંકીઓ બનાવવા.
à જુદી જુદી આર્ક વેલ્ડીંગ પધ્ધતી અને તેના ફાયદા નીચે પ્રમાણે છે.
1) કાર્બન આર્ક વેલ્ડીંગ
è કાર્બન આર્ક વેલ્ડીંગનો ઉપયોગ સ્ટીલ, એલ્યુમિનિયમ, નીકલ, કોપરનાં વેલ્ડીંગ માટે થાય છે.
è બ્રેજીંગ માટે તથા વેલ્ડીંગ કરેલા જોઈન્ટના પ્રી-હિટીંગ માટે પણ ઉપયોગી છે.
è કાસ્ટીંના રીપેરીંગ કાર્ય માટે પણ ઉપયોગી છે.
2) ફલકસ શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડીંગ
è આ પધ્ધતીનો ઉપયોગ ફેબ્રીકેશન કાર્ય માટે, મેન્ટેનન્સ તથા રીપેરીંગ કાર્ય માટે થાય છે.
è આ ઉપરાંત શીપ બિલ્ડીંગ, એર ક્રાફટ ઈન્ડસ્ટ્રીઝ, ઓટો મોબાઇલ બોઇલર, પ્રેસર વેસલના ફેબ્રીકેશન કામ માટે પણ ઉપયોગી છે.
3) સબમર્ઝ આર્ક વેલ્ડીંગ
è પાઈપ પ્રેસર વેસલ, બોઇલર, રેઇલ રોડ, અર્થ મુવીંગ ઇક્વીપમેન્ટ, ક્રૈન, પુલ વગેરેનાં ફેબ્રીકેશન કાર્ય માટે ઉપયોગી છે.
è ઉપરાંત ન્યુકીલીયર પાવર ઈન્ડસ્ટ્રીઝમાં પણ આ પધ્ધતી ઉપયોગી છે.
è માઈલ્ડ સ્ટીલ તથા હાઈ/મીડીયમ ટેન્સાઇલ સ્ટીલના વેલ્ડીંગ માટે ઉપયોગી છે.
4) TIG
è પુરુ નામ ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડીંગ છે. મેગ્નેશીયમ, કોપર, નીકલ, કાર્બન, સ્ટેનલેસ સ્ટીલના વેલ્ડીંગ માટે.
è શીટ મેટલના વેલ્ડીંગ માટે
è એટોમીક એનેર્ઝી, કેમીકલ તથા ઇન્સ્ટ્રુમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં પણ આ પ્રકારનું વેલ્ડીંગ ઘણું ઉપયોગી છે.
è રોકેટ છોડવામાં સાધનના ( rocket launch vehicles) બનાવટમાં આ વેલ્ડીંગ ઉપયોગી છે.
5) MIG
è પુરું નામ મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડીંગ છે.
è SS, કાર્બન, નીકલ, કોપર, ટાઇટેનીયમ, મેગ્નેશીયમના વેલ્ડીંગ માટે
è રેફ્રીજરેટર ના ભાગો (Parts) બનાવવા માટે
è આ ઉપરાંત શીપ બિલ્ડીંગ, એર ક્રાફટ ઇન્ડસટ્રીઝ, ઓટો મોબાઇલ બોઇલર, પ્રેસર વેસલના ફેબ્રીકેશન કામ માટે પણ ઉપયોગી છે.
6) CO2 વેલ્ડીંગ
è કાર્બન તથા લો-એલોય સ્ટીલનાં વેલ્ડીંગ માટે.
7) ઈલેક્ટ્રો સ્લેગ વેલ્ડીંગ
è કાસ્ટીગનાં વેલ્ડીંગ માટે
è લો-કાર્બન, મીડીયમ કાર્બન સ્ટીલ,SS, નીકલના વેલ્ડીંગ માટે.
8) એલેક્ટ્રો ગેસ વેલ્ડીંગ
è જાડી પ્લેટોને વર્ટીકલ પોઝીશનમાં જોડ્વા માટે.
è શીપ,બ્રીઝ, પ્રેસર વેસલ નાં ફેબ્રીકેશન કામ માટે.
9) પ્લાઝ્માં આર્ક વેલ્ડીંગ
è ન્યુકીલીયર સબ-મરીન પાઈપ સીસ્ટમમાં.
è SS ટ્યુબનાં વેલ્ડીંગ માટે.
è નીકલના વેલ્ડીંગ માટે.
è 8 mmજાડી ટાઇટેનીયન પ્લેટના વેલ્ડીંગ માટે.
કાર્બન સ્ટીલ, SS ,નીકલ, એલ્યુમિનિયમ, બ્રાસ, કોપર, ટાઇટેનીયમ નાં વેલ્ડીંગ માટે.