પીએમ ઇન્ટર્નશિપ યોજના

ITI EDUCATION
1 minute read
0

 પીએમ ઇન્ટર્નશિપ યોજના



પીએમ ઈન્ટર્નશીપ યોજનાનો લાભ મેળવવાની લાયકાત
પ્રાઈમ મિનિસ્ટર ઈન્ટર્નશિપ સ્કીમ (PMIS) માટે યોગ્યતાના માપદંડ નીચે મુજબ છે.


નાગરિકતા : અરજદાર ભારતીય નાગરિક હોવો આવશ્યક છે.

વય મર્યાદા : અરજદારની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ (અરજી સબમિટ કરવાની છેલ્લી તા:).

શૈક્ષણિક લાયકાત : અરજદારે ધોરણ 10, 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. અરજદાર પાસે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), પોલિટેકનિક ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએટ ડિગ્રી
 (જેમ કે BA, BSc, BCom, BCA, BBA, B Pharma)નું પ્રમાણપત્ર હોવું જોઈએ.

રોજગાર/શિક્ષણ: અરજદારોએ પૂર્ણ-સમયની નોકરી કરવી જોઈએ નહીં અથવા પૂર્ણ-સમયના શિક્ષણમાં રોકાયેલા હોવા જોઈએ નહીં. ઑનલાઇન અથવા ડિસ્ટન્ટ એજ્યુકેશન પ્રોગ્રામમાં નોંધાયેલા ઉમેદવારો પણ 
પાત્ર છે.

પીએમ ઈન્ટર્નશીપ યોજનાનો લાભ કોણ નહીં લઇ શકે?

આંતરરાષ્ટ્રીય ઉમેદવારો : આંતરરાષ્ટ્રીય ઉમેદવારો આ યોજના માટે અરજી કરી શકતા નથી.
જે ઉમેદવારો એ આઈઆઈટી, IIM, રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓ અથવા ઉચ્ચ લાયકાત જેમ કે CA, CS, MBA જેવી ડિગ્રીઓ ધરાવે છે તેવા ઉમેદવારો પાત્ર નથી.

જો પરિવારનો કોઈ સભ્ય સરકારી કર્મચારી હોય અથવા પરિવારની આવક રૂ. 8 લાખથી વધુ હોય તેવા ઉમેદવારો પણ પાત્ર ગણાશે નહીં.

કેવી રીતે અરજી કરવી? 

🔻સ્ટેપ 1: સૌપ્રથમ ઉમેદવારે સત્તાવાર  વેબસાઇટ https://pminternship.mca.gov.in ની મુલાકાત લેવી પડશે  

🔻સ્ટેપ 2: હોમ પેજ પર આપેલ રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.

🔻સ્ટેપ 3: હવે તમારો મોબાઇલ નંબર દાખલ કરીને રજિસ્ટ્રેશન કરો.

🔻સ્ટેપ 4: ત્યારબાદ અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

🔻સ્ટેપ ૫: અરજી ફોર્મ તપાસો અને તેને સબમિટ કરો.

🔻સ્ટેપ 6: ભવિષ્યમાં ઉપયોગ માટે અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.

Post a Comment

0Comments

Post a Comment (0)