ગરમાળો અને વિશુ
કેરળની દસમા ધોરણની વિદ્યાર્થીની સયાના સાબુ તેના ઘરે વાવેલા એક ઝાડને જોઈને ખૂબ જ આશ્ચર્ય પામી હતી. તે છેલ્લા ત્રણ વર્ષથી આ વૃક્ષનું નિરીક્ષણ કરી રહી હતી. તે ગરમાળાનું (કેશિયા ફિસ્ટુલા - Cassia fistula) વૃક્ષ હતું અને તેને આશા હતી કે તે દર વર્ષે 14-15 એપ્રિલના રોજ વિશુ (કેરળનું નવું વર્ષ) ના તહેવાર સુધીમાં પૂર્ણપણે ખીલશે. પરંતુ આ વૃક્ષ પર, વિશુ સિવાય, વર્ષના અન્ય મહિનાઓમાં પણ ફૂલો જોઇ શકાય છે! તે વિચિત્ર હતું. એક સમય હતો જ્યારે આખા વિસ્તારને ગરમાળાનાં ફૂલોના પીળા રંગને જોતા જ ખબર પડી જતી કે તે વિશુ છે. તો હવે શું થઈ રહ્યું હતું?
દક્ષિણ ભારતમાં તાપમાનની વધઘટ ઉત્તરીય શીતોષ્ણ પ્રદેશોમાં થતા ફેરફારો કરતાં ઓછી છે. તેથી જ પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવેલી ઋતુંઓ - ઉનાળો, શિયાળો, પાનખર અને વસંત - અહીં લાગુ પડતી નથી. પરંતુ મોટાભાગના વૃક્ષો મોસમી હોય છે, જે વર્ષના અમુક ચોક્કસ સમયે જ ખીલે છે. તેઓ તાપમાન, દિવસની લંબાઈ અને ભેજના આધારે સમય પસાર થવાનો અહેસાસ કરે છે. અને તેના કારણે ઝાડમાંથી જૂના પાંદડા ખરી જાય છે, લીલા પાંદડા અને કળીઓ ખીલે છે, ફળો પાકે છે.
આપણા દેશમાં ઉનાળાની નિશાની એ ઝાડના તેજસ્વી રંગીન ફૂલો છે, જે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના શુષ્ક ઠંડા શિયાળાના મહિનાઓમાં તેના પાંદડા ગુમાવે છે. પલાશ, ઇન્ડિયન કોરલ ટ્રી, સેમલ બધા એકદમ નાગા વૃક્ષો જાણે લાલ-નારંગી ડ્રેસ પહેરે છે. થોડા અઠવાડિયા પછી, તેઓ ઘેરા લીલા રંગમાં ફેરવાય જાય છે. પછી જાંબુ અને કેરીના ફળો આપણને કહે છે કે ઉનાળો આવી ગયો છે. દૂર અને દૂર સુધી ધરતી લીલી થઈ જવી - ઘાસથી ભરેલું, નાની વનસ્પતિઓ અને વૃક્ષના અંકુરો કે જે માત્ર થોડા દિવસોના મહેમાન છે તે દર્શાવે છે કે ખરેખર ચોમાસું આવી ગયું છે.
કેરળમાં, ગરમાળાનાં ફૂલોનો ઉપયોગ વિશુના તહેવારમાં થાય છે અને તે ત્યાંની સ્થાયી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. ઘણીવાર જ્યારે તેના એકદમ નાગા વૃક્ષો ખીલે છે, ત્યારે તેમના લટકતા સોનેરી પીળા ઝુમ્મર જેવા ફૂલો દૂરથી ઓળખી શકાય છે. પરંતુ કેરળવાસીઓ છેલ્લા કેટલાક વર્ષોથી નિરીક્ષણ કરી રહ્યા છે કે ગરમાળો એપ્રિલ મહિના સિવાયના બીજા મહિનાઓમાં પણ ખીલે છે. આ ચિંતાનું કારણ બની શકે છે. શું વૃક્ષો તેમના પર્યાવરણમાંથી મિશ્ર સંકેતો મેળવે છે? શું તે આબોહવા પરિવર્તનને કારણે અનિયમિત ચોમાસા અને વધતા તાપમાનનું પરિણામ છે?
આ સમજવા માટે પહેલા આપણે ગરમાળાના ફૂલ ખીલવાની પેટર્ન સમજવી પડશે. આ માટે આપણે ઘણા વૃક્ષોનું લાંબા સમય સુધી અવલોકન કરવું પડશે. એ જ રીતે, આપણે શોધી શકીશું કે ગરમાળો એક વર્ષમાં ક્યારે પૂર્ણપણે ખીલે છે અને બધા વૃક્ષો એકસાથે ખીલે છે કે કેમ. આ એક પડકારજનક કાર્ય છે અને તેના માટે ઘણાં લોકો, ઘણાં વૃક્ષો અને ઘણી ધીરજની જરૂર છે.
ખુશીની વાત છે કે આ કાર્યમાં સયાના સાબુ જેવો રસ ધરાવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓનું જૂથ છે, જેઓ આ કામ સંપૂર્ણ નિષ્ઠાથી કરી રહ્યા છે. આ કામ સિઝનવોચ (SeasonWatch) નામના નાગરિક વિજ્ઞાન પ્રોજેક્ટ દ્વારા થયું. શું તેમની મહેનત ગરમાળાની આ બાબતને જાણીને કંઈક યોગદાન આપી શકે? જોઈએ ...
ફૂલોના ખીલવાની પેટર્નને સમજવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તેમને સો - સો વૃક્ષોના સમૂહમાં સમજવું. કોઈપણ એક જાતના સો વૃક્ષો લો. પછી ગણતરી કરો કે સોમાંથી કેટલા વૃક્ષો એક સમયે ખીલ્યા છે. આવી ગણતરી દર અઠવાડિયે કરી શકાય છે. તે જરૂરી નથી કે એક જ વ્યક્તિ તમામ સો વૃક્ષોની ગણતરી કરે. જુદા જુદા લોકો પણ આ રીતે ગણતરી કરી શકે છે. સો લોકો એક - એક વૃક્ષનું અવલોકન કરે તો પણ કોઈ સમસ્યા નથી. હા, દરેક વ્યક્તિએ કોઈ એક વ્યક્તિને તેમના વૃક્ષ પર શું જોયું તે જણાવવું પડશે. ક્યારેક એવું પણ બને છે કે સો કરતાં ઓછા વૃક્ષો કોઇ એક જાતમાં અથવા જૂથમાં જોવા મળે છે. આમાંથી ટકાવારી પણ જાણી શકાય છે.
સયાના સાબુ અને સીઝનવોચના અન્ય સભ્યોએ આવું જ કર્યું. તેમણે દર અઠવાડિયે તેમના ઘર-શાળા અને વિસ્તારમાં ગરમાળાનાં વૃક્ષોનું અવલોકન કર્યું. તેણે બીજી વસ્તુઓની વચ્ચે બે બાબતોની પણ નોંધ કરી, કે શું વૃક્ષ પર ફૂલો હતા, અને શું દરેક શાખા પર ફૂલો હતા. આ રીતે સીઝનવોચના આયોજકોએ 60 વૃક્ષો માટે ડેટા એકત્ર કર્યો. તમે આ ડેટાને ગ્રાફના રૂપમાં જોઈ શકો છો. 2015 થી 2018 સુધી દર અઠવાડિયાને આડા અક્ષ પર આપવામાં આવે છે. ઉભા અક્ષ પર તે અઠવાડિયામાં ઓછામાં ઓછા કેટલા ગરમાળાના વૃક્ષો પર ફૂલો હતા તેની ટકાવારી આપવામાં આવે છે. આ આલેખ હૃદયના ધબકારા દર્શાવતા કાર્ડિયોગ્રામ જેવો દેખાય છે. પરંતુ તે હૃદય નહીં, ગરમાળાના વૃક્ષોની નાડી બતાવે છે.
આલેખમાં લાલ રેખાઓ વિશુના તહેવારને ચિહ્નિત કરે છે. ગ્રાફ 1 જોઈને, તમે સમજી ગયા હશો કે વર્ષના કોઈપણ અઠવાડિયામાં ઓછામાં ઓછા 10% વૃક્ષો પર કેટલાક ફૂલો તો હોય છે. પરંતુ વિશુના સપ્તાહમાં 80-100 ટકા વૃક્ષો પર કેટલાક ફૂલો ખીલે છે.
હવે જો આપણે જોઈએ કે કેટલા ટકા વૃક્ષો પર કોઈ પણ સપ્તાહમાં તમામ ફૂલો ખીલે છે, એટલે કે, દરેક શાખા અથવા મોટાભાગની શાખાઓ ફૂલો જોવા મળે છે, તો આપણને વૃક્ષનો એક અલગ કાર્ડિયોગ્રામ મળે છે.
આ આલેખમાં તમે જોઈ શકો છો કે 80 ટકા વૃક્ષો વિશુના એક અઠવાડિયા પહેલા ખીલે છે. 2017 માં મોટાભાગના વૃક્ષો વિશુ પહેલા ખીલ્યા હતા અને 2018 માં વૃક્ષો અગાઉ પણ ખીલ્યા હતા.
આ આલેખ આપણને સામાન્ય રીતે શું કહે છે? એવું લાગે છે કે કેરળમાં ગરમાળો વિશુના તહેવાર પૂર્વે જ સંપૂર્ણ રીતે ખીલી ઊઠે છે. આ તહેવાર પર થતું નથી. 2018 માં, વૃક્ષો વિશુ પહેલા સંપૂર્ણ રીતે ખીલી ઉઠ્યા હતા અને ફરીથી તહેવાર પછી સંપૂર્ણ રીતે ખીલી ઉઠ્યા હતા. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે, કે શું આ પેટર્ન સામાન્ય છે?
આ ચર્ચા પહેલાં અહીં કેટલીક બાબતોની નોંધ લેવી જરૂરી છે. કેરળમાં લાખો ગરમાળાના વૃક્ષોમાંથી, અહીં માત્ર 60 વૃક્ષોની વાત કરવામાં આવી રહી છે. આ 60 વૃક્ષો તે લાખો વૃક્ષોની પેટર્ન કહે છે કે કેમ તે વિચારવા જેવી બાબત છે. વળી આપણે અહીં છેલ્લા કેટલાક વર્ષોની પેટર્ન જોઈ છે. ગરમાળાના ફૂલોની પેટર્નમાં કોઈ ફેરફાર છે કે કેમ તે પ્રશ્નનો જવાબ આપવા માટે, આપણે ઘણા વર્ષો સુધી અવલોકન કરવું પડશે. માત્ર થોડા વૃક્ષોનું નિરીક્ષણ કરીને, આપણે કેટલાક રસપ્રદ સંકેતો જોવા મળ્યા છે. ચોક્કસપણે કંઈપણ કહેવા માટે, આપણે વધુ વૃક્ષો અને તેમના નિરીક્ષણ માટે વધુ સમયની જરૂર પડશે.
ત્યારે જ આપણે કહી શકીશું કે વિશુની ઉજવણી કરનારા લોકોને કેટલા સમય સુધી તહેવાર માટે ગરમાળાનાં ફૂલો મળશે