ITI માં અભ્યાસ કરતા અથવા પાસ થયેલા તાલીમાર્થીઓ માટે હવે માર્કશીટ અને ઓરિજિનલ NTC સર્ટીફિકેટ (National Trade Certificate) ડાઉનલોડ કરવું ખૂબ જ સરળ બની ગયું છે.
અહીં Skill India Digital Hub (SIDH / DGT) પોર્ટલ પરથી લોગિન કર્યા વિના કે લોગિન કરીને ITI માર્કશીટ અને NTC સર્ટીફિકેટ (National Trade Certificate) ડાઉનલોડ કરવાની સંપૂર્ણ વિગતવાર માહિતી આપેલ છે:
૧. ITI Certificate ડાઉનલોડ કરવાની રીત
Scheme Type પસંદ કરો: standard મુજબ CTS પસંદ કરો.
Select Admission Category:
જો વર્ષ ૨૦૧૪ કે તેના પછીનું એડમિશન હોય તો 2014 Onwards પસંદ કરો.
જો વર્ષ ૨૦૧૪ પહેલાંનું હોય તો Offline Legacy (Before 2014) પસંદ કરો.
Search Option પસંદ કરો: Search through PRN Number and DOB વિકલ્પ પસંદ કરો.
વિગતો દાખલ કરો:
PRN Number: તમારો PRN / Roll Number દાખલ કરો.
DOB: તમારી જન્મતારીખ (mm/dd/yyyy મુજબ) પસંદ કરો.
Download: નીચે આપેલા ઓરેન્જ કલરના VIEW DETAILS બટન પર ક્લિક કરી તમારું સર્ટીફિકેટ PDF સ્વરૂપે ડાઉનલોડ કરો.
૨. ITI Marksheet ડાઉનલોડ કરવાની રીત
Scheme Type પસંદ કરો: drop-down માંથી CTS સિલેક્ટ રાખો.
વિગતો દાખલ કરો:
PRN Number: તમારો રજીસ્ટ્રેશન / PRN નંબર લખો.
DOB: કેલેન્ડરમાંથી સાચી જન્મતારીખ (mm/dd/yyyy) સિલેક્ટ કરો.
Download: VIEW DETAILS બટન પર ક્લિક કરવાથી તમારી માર્કશીટ સ્ક્રીન પર દેખાશે, જેને ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકાશે.
મુખ્ય ધ્યાનમાં રાખવાની બાબતો
ડાઉનલોડ કરવા માટે કોઈપણ પ્રકારના LOGIN (ID/Password) ની જરૂર નથી.
જન્મતારીખ દાખલ કરતી વખતે મહિના, દિવસ અને વર્ષનો ક્રમ (mm/dd/yyyy) બરાબર ચકાસી લેવો.