GSRTC હેલ્પર ભરતી 2026

GSRTC હેલ્પર ભરતી 2026

ITI EDUCATION
0




ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા હેલ્પર ની જગ્યાઓ માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. યોગ્યતા ધરાવતા ઉમેદવારો નિયત સમયગાળા દરમિયાન OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

મુખ્ય વિગતો

વિગતમાહિતી
સંસ્થાનું નામ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)

જગ્યાનું નામ
હેલ્પર

કુલ જગ્યાઓ
૨,૫૧૦

ફિક્સ પગાર
રૂ. ૨૧,૧૦૦/- માસિક (૫ વર્ષ માટે)

સ્થળ
નિગમ દ્વારા ફાળવવામાં આવતા કોઇપણ ડેપો / વિભાગ

ઓફિશિયલ વેબસાઇટ


અગત્યની તારીખો


ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો: ૦૭/૦૯/૨૦૨૬ થી ૦૬/૧૦/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)


પરીક્ષા ફી ભરવાનો સમયગાળો: ૦૭/૦૯/૨૦૨૬ થી ૦૮/૧૦/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)


લાયકાત અને વયમર્યાદા


૧. શૈક્ષણિક લાયકાત


લઘુત્તમ લાયકાત: નીચે દર્શાવેલ આઈ.ટી.આઈ. (ITI) ટ્રેડમાંથી ઓછામાં ઓછો ૧ વર્ષનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ:


મીકેનીક મોટર વ્હીકલ, મીકેનીક ડીઝલ, જનરલ મીકેનીક, ફીટર, ટર્નર, ઇલેક્ટ્રીશીયન, શીટ મેટલ વર્કર, ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર, વેલ્ડર, વેલ્ડર કમ ફેબ્રીકેટર, મશીનીસ્ટ, કારપેન્ટર, પેઇન્ટર જનરલ, અથવા ઓટો મોબાઇલ પેઇન્ટ રીપેરર.


કોમ્પ્યુટર જ્ઞાન: સરકારશ્રીના નિયમોનુસાર કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે.


એપ્રેન્ટિસશીપ: ઉમેદવારે ITI વાળા જ ટ્રેડમાં NCVT નું એપ્રેન્ટિસશીપ પ્રમાણપત્ર મેળવેલ હશે તો ગુણભારમાં ૧૦% નો લાભ મળશે.


૨. વયમર્યાદા (૦૬/૧૦/૨૦૨૬ ની સ્થિતિએ)


બિન અનામત (જનરલ પુરુષ): ૧૮ થી ૩૫ વર્ષ


ઉપલી વયમર્યાદામાં છૂટછાટ:


બિન અનામત મહિલા: ૪૦ વર્ષ સુધી

અનામત વર્ગના પુરુષ (SC/ST/SEBC/EWS): ૪૦ વર્ષ સુધી

અનામત વર્ગના મહિલા (SC/ST/SEBC/EWS): ૪૫ વર્ષ સુધી

દિવ્યાંગ અને માજી સૈનિક: ૪૫ વર્ષ સુધી (નિયમોને આધીન)


પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પદ્ધતિ

પસંદગી યાદી કુલ ૧૦૦% વેઈટેજ ના આધારે તૈયાર કરવામાં આવશે:

સ્પર્ધાત્મક પરીક્ષા (MCQ/OMR/CBRT): ૯૦% વેઈટેજ

એપ્રેન્ટિસશીપ પ્રમાણપત્ર: ૧૦% વેઈટેજ

પરીક્ષાનો અભ્યાસક્રમ (૧૦૦ ગુણ | ૨:૦૦ કલાક)


સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભૂગોળ / વર્તમાન બનાવો (ધો.-૧૦ કક્ષા): ૩૦ ગુણ


ગુજરાતી વ્યાકરણ (ધો.-૧૦ કક્ષા): ૦૫ ગુણ


અંગ્રેજી વ્યાકરણ (ધો.-૧૦ કક્ષા): ૦૫ ગુણ


લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો: ૫૦ ગુણ


કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી: ૧૦ ગુણ


માઇનસ પદ્ધતિ: ખોટા જવાબ, છેકછાક, અથવા ખાલી છોડેલ જવાબ માટે ૦.૨૫ ગુણ માઇનસ થશે. જો ઉત્તરવહીમાં વિકલ્પ (E) ડાર્ક કરવામાં આવશે તો માઇનસ ગુણ કાપવામાં આવશે નહીં.


પરીક્ષા ફી


બિન અનામત વર્ગ (General): રૂ. ૩૦૦/- + GST


અનામત વર્ગ (SEBC, EWS, SC, ST, તમામ મહિલાઓ, દિવ્યાંગ, માજી સૈનિક): રૂ. ૨૦૦/- + GST


ઓનલાઈન અરજી કરવાની રીત


OJAS પોર્ટલ https://ojas.gujarat.gov.in ની મુલાકાત લો.


Apply Online પર ક્લિક કરી GSRTC હેલ્પર જાહેરાત પસંદ કરો.


તમારી વિગતો (વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, ITI ટ્રેડ, અને કોમ્પ્યુટર વિગતો) ભરો.


તમારો ફોટો (૫ સે.મી. x ૩.૬ સે.મી.) અને સહી (૨.૫ સે.મી. x ૭.૫ સે.મી.) scan કરી ૧૦ KB થી ઓછી સાઈઝમાં upload કરો.


વિગતો ચકાસીને Confirm Application પર ક્લિક કરો અને Confirmation Number મેળવો.


Online Payment of Fees લિંક પર જઈ ઓનલાઈન પ્રોસેસ ફી ભરો.


અરજીપત્રકની પ્રિન્ટ કાઢી સાચવી રાખો.

Post a Comment

0Comments

Post a Comment (0)